સ્ટ્રીટ લાઈટ કેમ ચાલુ કરતા નથી કહી સાપકડાના સરપંચને ધમકાવ્યા

- text


 

સરપંચે યોગ્ય રીતે સમજાવા છતાં દારૂ પીધેલી હાલતમાં નશાખોરે કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી સાથે હળવદ પીઆઈને લેખિતમાં ફરિયાદ

હળવદ : હળવદના સાપકડાના ગામે ગ્રામ પંચાયત કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં નશાખોરે સરપંચને સ્ટ્રીટ લાઈટ ચાલુ કેમ કરતા નથી તેમ કહી ગેરવર્તન કરીને તતડાવી નાખ્યા હતા. જો કે, સરપંચે યોગ્ય રીતે સમજાવા છતાં દારૂ પીધેલી હાલતમાં નશાખોરે કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી સાથે હળવદ પીઆઈને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

સાપકડા ગામના સરપંચ કણઝરીયા નટુભાઈ ગોરધનભાઇએ હળવદ પીઆઈને લેખિતમાં ફરિયાદી કરી હતી કે, તેઓ સરપંચ તરીકે ગત તા.7ના રોજ ગામ પંચાયતમાં હજાર હતા. તે દરમિયાન સાપકડા ગામના રહીશ ઝાલા નિકુલસિંહ ખુમાનસિંહ ગ્રામ પંચાયત કચેરી ખાતે દારૂ પીધેલી હાલતમાં ખાવી ગામની સ્ટ્રીટ લાઈટ કેમ ચાલુ કરતા નથી તેમ કહી સરપંચને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

વધુમાં સરપંચે આ બાબતે તે ઇસમને સમજાવવાનો પ્રયાસ કરેલ અને જણાવેલ કે ગ્રામ પંચાયત સ્ટ્રીટ લાઈટના મેન્ટેનસના હાલ કોઈ પણ પ્રકારનો કરવેરા લેતી ના હોય આ આ અંગે ગ્રામપંચાયત કમિટીમાં ચર્ચા વિચારણા કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે પરંતુ આ ઇસમ કોઈપણ પ્રકારની વાત માનવા તૈયારના હોય બે કલાકમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા જણાવેલ અને સરપંચ તે સમય દરમિયાન વિધવા સહાયની મંજુરી અંગેના કાગળોની ફાઈલ તપાસતા હોય આ ઈસમ એ ફાઈલ હાથમાંથી ઝુટવી લઇ અગત્યના ડોક્યુમેન્ટ ફાડી નાખેલ અને એક કલાકમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા જણાવેલ પરંતુ જે શક્ય ના હોવાથી ઇસમ દ્વારા ગ્રામપંચાયતના દરવાજા બહાર કોલર પકડી મને મારી નાખવાનો પ્રયાસ કરેલ અને જો એક કલાકમાં લાઈટ ચાલુ નહિ કરવામાં આવે તો તમોને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપી છે

આ અગાઉ પણ ગ્રામપંચાયતના વાલ્વમેનને ધમકાવી ગ્રામપંચાયતની પાણીની મોટર સ્ટાર્ટ વિગેરે તોડી ગ્રામપંચાયતની મિલકતને નુકશાન પહોંચાડવાની કોશીશ પણ કરેલ છે. આમ,આ વ્યક્તિ અવારનવાર ફરજમાં રૂકાવટ કરતા હોય આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

- text