મોરબી જિલ્લા પંચાયતની 13મીએ સામાન્ય સભા યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા.13 જુનને સોમવારે સવારે 11 વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે. જેમાં ગત સામાન્ય સભા, જિલ્લા પંચાયતની સમિતિઓની બેઠકને બહાલી તેમજ સદસ્યો માટે પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બિનખેતીની જમીન ઉપર લેવામાં આવતો ઉપકરનો મોરબી જિલ્લા એકસમાન રીતે લાગુ કરવા, જિલ્લા પંચાયતની સ્વભંડોળની રકમમાંથી વિકાસના કામોના અયોજનો કરવા, નાણાંપંચની ચાલુ વર્ષ માટે મળનારી ગ્રાન્ટ, સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોની મુદત વધારવી, રેતી કંકર ગ્રાન્ટના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી આપવી, નાણાપંચના કામોના આયોજનમાં હેતુફેર કરવા સહિતના એજન્ડાઓને બહાલી અપાશે.

- text