આઠ વર્ષ સેવા સુશાસન અંતર્ગત મોરબીમાં કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો અપાયા

- text


જનસુખાકારીના સંકલ્પ સાથે ટકાઉ વિકાસ કરવાની સરકારની નેમ : મંત્રી દેવાભાઇ માલમ

મોરબી : મોરબી શહેરનો આઠ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અંતર્ગતનો કાર્યક્રમ પશુપાલન અને ગૌ સંવર્ધન તથા મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો અપાયા હતા.

જનસુખાકારીના સંકલ્પને સરકારની નેમ ગણાવતા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના લોકોની દરકાર લેવામાં આવી રહી છે. સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓનો ચિતાર આપી તેનાથી સમાજમાં આવેલ પરિવર્તન અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. ઉપરાંત ગરીબ અને વંચીતોના જીવનધોરણમાં આ યોજનાઓથી આવેલ સુધારાની સાથે ટકાઉ વિકાસ અને આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નની સિદ્ધિઓ વર્ણવી હતી.

- text

ગરીબ કલ્યાણની સાથે સુસાશનની સુવાસને સાંકળી લેતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ આ તકે જણાવ્યું હતું કે, ભારતભરમાં ભ્રષ્ટાચારને બદલે હવે શિષ્ટાચાર વ્યાપ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ થકી લોકહિતાર્થની ભાવના સાકાર થઇ રહી છે. કિસાન સન્માન નિધિથી ધરતી પુત્રોનું સન્માન કરવામાં આવ્યું, ઉજ્જવલા યોજના ગેસની સુવિધા સાથે ઘરમાં સુખાકારીનું અજવાળુ લાવી તથા આવાસ યોજનાએ લોકોની માથે છત આપી. એમ વિવિધ યોજનાઓ થકી જનસુખાકારીના કાર્યો થઇ રહ્યા છે.

- text