હળવદમાં ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારીનું ઉઘરાણું : એસીબીએ જાણવા જોગ નોંધ દાખલ કરતા ખળભળાટ

- text


છેલ્લા લાંબા સમયથી મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ થતા ઉઘરાણાનું પાપ છાપરે ચડી પોકાર્યું

હળવદ : હળવદ પંથકમાં ગઈકાલે મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી દ્વારા બેફામ ઉઘરાણા કરવામાં આવતા મામલો છેક એસીબી સુધી પહોંચતા એન્ટી કરપશન બ્યુરો દ્વારા વોચ ગોઠવી મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને શંકાસ્પદ રોકડ રકમ સાથે ઝડપી લઈ એસીબી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે હળવદ શહેરમાં ઠંડા પીણાં, કરિયાણા અને ડેરીના ધંધાર્થીઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારી અને તેના મળતિયાએ બેફામ ઉઘરાણા કરતા કંટાળેલા વેપારીઓએ એસીબી કન્ટ્રોલરૂમને ટેલીફોનીક ફરિયાદ કરી ઘટના અંગે વાકેફ કર્યા હતા.જેને પગલે એસીબી મોરબીના પીઆઇ પી.કે.ગઢવી દ્વારા હળવદ – મોરબી રોડ ઉપર વોચ ગોઠવી ફૂડ એન્ડ ડ્રગ કચેરી મોરબીના સિનિયર ફૂડ સેફટી ઓફિસર હર્ષાબેન બી.પટેલ અને ફૂડ ઇન્સ્પેકટર ચિરાગ નિમાવતને જીજે-04-બીઈ-5718 નંબરની વોક્સ વેગન પોલો કારમાંથી શંકાસ્પદ રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

- text

વધુમાં સરકારી પંચ સાથે રાખી એસીબી પીઆઇ પી. કે. ગઢવી અને તેમની ટીમે કાર રોકી ચેકીંગ કરતાં, GJ-04-BE-5718 ની વોકસવેગન પોલો કારમાથી હર્ષાબેન બી. પટેલ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-૨ તથા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવત ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કચેરી મોરબી વાળા પાસેથી રૂપિયા 67930 અને 8720 રોકડા મળી આવતા રોકડ રકમ અંગે ખુલાસો માંગ્યો હતો પરંતુ બન્ને લાંચિયા અધિકારી સંતોષકારક ખુલાસો ન કરતાં, ભ્રષ્ટાચાર સબંધી શંકાસ્પદ રકમ ગણી રોકડ રકમ કબજે લઈ મોરબી એસીબી પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

- text