મોરબીના લગધીરપુર રોડ ઉપરથી દેશીદારૂના જંગી જથ્થા સાથે શોભાના પકડાઈ

- text


દેશીદારૂનો જથ્થો આપી જનાર મૂળીના વગડીયા ભવાનીગઢના શખ્સને ફરાર દર્શાવાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે લગધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટલ સામેની શેરીમાં દેશીદારૂનો જંગી જથ્થો ઉતારનાર શોભના નામની મહિલાને ઝડપી લઈ દેશીદારૂનો જથ્થો આપી જનાર મૂળીના વગડીયા ભવાનીગઢના શખ્સને ફરાર દર્શાવી રૂપિયા 10,800ની કિંમતનો દેશીદારૂ કબ્જે કર્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર આરોપી શોભનાબેન ઉર્ફે શોભલી નવઘણભાઇ હમીરપરાએ દેશીદારૂનો જંગી જથ્થો રહેણાંકમાં ઉતાર્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા રૂપિયા 10,800ની કિંમતની 540 લીટર દારૂ મળી આવ્યો હતો.વધુમાં આરોપી શોભનાબેન ઉર્ફે શોભલીએ દારૂનો આ જથ્થો મૂળીના વગડીયા ભવાનીગઢના ભરતભાઇ ભુપતભાઇ દેકાવાડીયા પાસેથી મંગાવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી શોભનાબેન ઉર્ફે શોભલીની અટકાયત કરી આરોપી ભૂપતને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text