હળવદના દેવીપુરમા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખી છ શખ્સોનો હુમલો

- text


છ શખ્સોએ મળી પિતરાઈ ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરતા ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખી છ શખ્સોએ ચાર કૌટુંબીક ભાઈઓ ઉપર ધોકા, પાઇપ અને ધારીયા સહિતના હથિયારો વડે હુમલો કરતા ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર બનાવ મામલે હળવદ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા પરસોત્તમભાઈ નાનજીભાઈ તારબુંદિયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમના કૌટુંબિક ભાઈ ચંદુભાઈ હરજીભાઈ તારબુંદિયા, અમૃતભાઈ હરજીભાઈ તારબુંદિયા અને નારાયણભાઈ દેવશીભાઈ તારબુંદિયા એમની વાડીએ બેઠા હતા ત્યારે બાજુની વાડીમાં આરોપી અંબારામભાઈ ઉકાભાઈ સહિતના માણસો ટ્રેકટર વડે ખેતી કરતા હતા અને જોરજોરથી નારણભાઇને ગાળો બોલતા હોય ફરિયાદી પરસોત્તમભાઈ ગાળો નહિ આપવા સમજાવવા ગયા હતા.

- text

બીજી તરફ અંબારામભાઈ ઉકાભાઈને સમજાવવા ગયેલા પરસોત્તમભાઈ ઉપર આરોપી અંબારામભાઈ ઉકાભાઈ, વશરામભાઈ ત્રિભોવનભાઈ ધારીયા, ભગવાનભાઈ ઉકાભાઈ ધારીયા, બળદેવ ત્રિભોવનભાઈ, હસમુખ અંબારામભાઈ અને પ્રદીપ ભગવાનભાઈ ધારીયા નામના શખ્સો ધારીયા વડે તૂટી પડયા હતા.

દરમિયાન આ ઝઘડાના મૂળમાં અગાઉ નારણભાઇએ આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો હોય જેનો ખાર રાખી આ હુમલો થયો હોવાનું અને માર મારી રહેલા શખ્સો દ્વારા પરસોત્તમભાઈને વચ્ચે છોડવાવા પડેલા કૌટુંબિક ભાઈઓને પણ છએય આરોપીઓએ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા હાલ તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ ચરાડવા બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ મામલે હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 323, 504, 506 (2), 324, 325, 143, 147, 148, 149, 114 તેમજ જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text