હળવદ પંથકમાં વીજ તંત્રની 33 ટીમોના દરોડા : રૂ. 16.35 લાખની વીજચોરી પકડાઈ

- text


 

475 કનેક્શનો ચેક કરતા 65માં ગેરરીતિ ઝડપાઇ

હળવદ : હળવદ પંથકમાં આજે વીજતંત્રએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 33 ટીમોએ વિવિધ ગામોને ધમરોળ્યા હતા. જેમાં 16.35 લાખની વીજચોરી પકડાઈ હતી.

- text

પીજીવીસીએલ દ્વારા વીજચોરી નાથવા છેલ્લા ઘણા સમયથી ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેમાં આજે મોરબી સર્કલના હળવદ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ ટાઉન અને ચરાડવા હેઠળના વિસ્તારોમાં 33 ટીમોએ 475 જેટલા કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી 65 કનેકશનોમાં ગેરરીતી ઝડપાઇ હતી. આ કનેક્શન ધારકોને રૂ.16.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- text