કામકાજના સ્થળે જાતિય સતામણી કાયદા અન્વયે સેમિનાર યોજાયો

- text


મોરબી જિલ્લામાં મહિલા અને બાળઅધિકારીની કચેરી દ્વારા આયોજન

મોરબી : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અંગે મહિલાઓને જાગૃત કરવા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ મહિલા માટેની યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં મહિલા અને બાળઅધિકારીની કચેરી દ્વારા મોરબીમાં આવેલ સોનમ ક્લોક ઈન્ડસ્ટ્રી ખાતે મહિલાઓને કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩ અંતર્ગત મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમારના અધ્યક્ષસ્થાને કાયદાકીય સેમિનાર ચોજાયો હતો. આ કાર્યક્રમમાં કાયદાના જાણકાર રંજનબેન ગોહિલ દ્વારા મહિલા કર્મચારીઓને કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ વિષેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં બહેનોને પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના વહાલી દિકરી યોજના તથા મહિલા અને બાળ વિભાગની અન્ય યોજનાકીય માહિતીથી માહિતગાર કરવામાં આવેલ હતા.

- text

આ કાર્યક્રમમાં માનદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી એજાજ મનસુરી, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર,જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી નિલેશ્વરીબા ગોહિલ, કંપનીના ડાયરેકટર હર્ષિલભાઈ તેમજ કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી અધિનિયમ અંતર્ગતની જિલ્લાની સ્થાનિક સમિતિના પ્રમુખ પ્રવિણાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

- text