વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને સિટી પોલીસે રૂપિયા 15,700ની રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જેશાભાઇ લક્ષ્મણભાઇ જોગરાણા, રહે. રાજકોટ ભોમેશ્ર્વર મંદીર પાસે, નરેન્દ્રભાઇ ગોકળભાઇ અંબાલીયા, રહે.વાંકાનેર મિલપ્લોટ નવજીવન સોસાયટી, પાર્થભાઈ મુકુંદભાઈ રાવલ, રહે.રાજકોટ એરપોર્ટરોડ ગીતગુજરી સોસાયટી, આદમભાઇ ઉસ્માનભાઈ કટીયા, રહે.વાંકાનેર નવાપરા, રણજીતભાઇ ભાવસીંગભાઈ જરીયા, રહે.રાજકોટ વિજયપ્લોટ-૧૨ લોધાવાડચોક, કેતનભાઇ છગનભાઈ ગાંગડીયા, રહે.વાંકાનેર નવાપરા ધર્મનગર સોસાયટી અને મહેશભાઇ છગનભાઈ ગમારા રહે.રાજકોટ ભોમેશ્ર્વર મેઈન રોડવાળાને રોકડા રૂપિયા 15,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text