માળીયા હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ઝડપાઇ : કાર ચાલક ફરાર

- text


હરિપર પાટિયા નજીક માળીયા પોલીસની કાર્યવાહી : દારૂની 384 બોટલ અને કાર કબ્જે

માળીયા : કચ્છ માળીયા હાઇવે ઉપર ગઈકાલે માળીયા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન દારૂથી છલોછલ ભરેલી કાર ઝડપી લીધી હતી. જો કે પોલીસને જોઈ કાર ચાલક નાસી જતા પોલીસે દારૂની 384 બોટલ અને કાર મળી 5.44 લાખ રૂપિયાનો મૂળમાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે કચ્છ માળીયા હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન માળીયા પોલીસને જોઈ ટાટા મરેઝો કાર નંબર જીજે-21-સીએ-6458નો કાર ચાલક નાસી જતા માળીયા પોલીસે કાર ચેક કરતા કારમાંથી રૂપિયા 1.44 લાખની કિંમતની મેકડોવેલ નંબર વન બ્રાન્ડની દારૂની 384 બોટલ મળી આવી હતી.

- text

આ મામલે પોલીસે રૂપિયા 4 લાખની ટાટા મરેઝો કાર તેમજ રૂપિયા 1.44 લાખનો દારૂનો જથ્થો કબ્જે કરી કાર નંબરના આધારે કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text