હળવદના સુખપર નજીક જોખમી કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ : ભયંકર દુર્ગંધ

- text


હળવદ : કચ્છ અમદાવાદ હાઇવે ઉપર હળવદ સુખપુર નજીક આજે જોખમી કેમિકલ ભરેલ ટેન્કરને અન્ય વાહને ઠોકરે મારતા કેમિકલ લીકેજ થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને હાલ પોલીસ ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છ અમદાવાદ હાઇવે ઉપર હળવદના સુખપુર નજીક વોટર પાર્ક સામે કંડલાથી કેમિકલ ભરી મહારાષ્ટ્ર તરફ જતા ટેન્કરને કોઈ વાહન સાઈડમાંથી ઠોકર મારી અકસ્માત સર્જતાં જલદ કેમિકલ લીકેજ થતા આજુબાજુના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાવાની સાથે લોકોને ગભરામણ થવા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે.

- text

અકસ્માતની જાણ થતાં જ હળવદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે અને સાવચેતી માટે એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો છે.

- text