એક ડમ્પરે ઠોકર મારી બીજું ઉપર ફરી જતા મહિલાનું મોત

- text


મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામનાં પાટિયા નજીકની ઘટના

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામનાં પાટિયા નજીક મોટર સાયકલ ઉપર જઈ રહેલા માતા પુત્રને કાળરૂપી બે ડમ્પર ભટકી ગયા હતા જેમાં એક ડમ્પર ચાલકે મોટર સાયકલને ઠોકર મારતા પાછળ આવી રહેલ બીજું ડમ્પર માતા ઉપર ફરી વળતા પુત્રની નજર સામે જ માતાએ દમ દોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ બન્ને નિર્દયી ડમ્પર ચાલક નાસી ગયા હતા.

આ ગોઝારા અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે ઓમપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ વાઘેલા તેમના માતા અમીતાબેન સાથે મોટર સાયકલમાં જતા હતા ત્યારે મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામનાં પાટિયાથી આગળ એક અજાણ્યા ડમ્પર ચાલકે તેમના મોટર સાયકલને ઠોકર મારતા માતા અને પુત્ર નીચે પડી ગયા હતા.

- text

દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાછળ પુરપાટ ઝડપે આવતા બીજા એક અજાણ્યા ડમ્પર ચાલકે નીચે પટકાયેલા અમીતાબેનને હડફેટે લઈ માથું વ્હીલમાં કચડી નાખતા ગંભીર ઇજા પહોંચતા અમૃતાબેનનું સ્થળ પર જ મોત નીપજયું હતું જ્યારે પ્રકાશભાઈને જમણા ખભાના ભાગે ફેકચર તેમજ ગરદન તેમજ જમણા પગના ગોઠણ પાસે ઇજા પહોંચાડી બન્ને ડમ્પર ચાલક નાસી ગયા હતા.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે બન્ને અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text