કચ્છથી માળીયા તરફ આવતો મોંઘો દાટ દારૂનો જથ્થો ઝડપી લેતી પોલીસે

- text


હોનેસ્ટ હોટલ ચેકપોસ્ટ નજીકથી સ્વીફ્ટ કાર સાથે બનાસકાંઠાના શખ્સને દબોચી લેવાયો

માળીયા : માળીયા પોલીસે હોનેસ્ટ ચેકપોસ્ટ નજીકથી બાતમીને આધારે કચ્છથી માળીયા તરફ આવતી બ્રાન્ડેડ મોંઘા દાટ વિદેશી દારૂ ભેરલી સ્વીફ્ટ કારને ઝડપી લઈ બનાસકાંઠાના શખ્સને ગિરફતમાં લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા નેશનલ હાઇવે રોડ ઉપર હોનેસ્ટ ચેક પોસ્ટ નજીક વાહન ચેકીંગ દરમિયાન માળીયા પો.કોન્સ શામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાને સંયુકત રીતે બાતમી મળેલ કે, સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટકાર જેના રજી.નં-GJ-21-AQ-9491 વાળીમા ઇગ્લીશ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે. જેથી પોલીસે વોચ ગોઠવી આરોપી કિરણભાઇ ભલાભાઇ સોલંકી, રહે.જેતડા તા.થરાદ જી.બનાસકાંઠા વાળાને ઉપરોક્ત વર્ણનવાળી કાર સાથે ઝડપી લીધો હતો.

- text

વધુમાં પોલીસે આરોપીના કબ્જામાંથી ભારતીય બનાવટની પરપ્રાતીય ઇંગલીસ દારૂ એડ્રીલ ઓરેંજ વોડકા ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦, એડ્રીલ ગ્રીન એપલ વોડકા ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦, એડ્રીલ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની બોટલો નંગ-૧૧૭ કિ.રૂ.૩૫,૧૦૦ તેમજ જરવીસ રીજર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ બ્રાન્ડની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૧૮,૦૦૦ ઉપરાંત ઓપો કંપનીનો 454, મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦ તેમજ સુઝુકી કંપનીની સ્વિફ્ટકાર કિમત રૂ. ૩,૦૦,૦૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા.

આ સફળ કામગીરી માળીયા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા, જીગ્નેશભાઇ લાંબા, ભગીરથસિંહ ઝાલા તથા દેવેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

- text