32 દિવસ બાદ મોરબી જિલ્લામાં ફરી કોરોનાનો કેસ

- text


મોરબી શહેરના 86 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો

મોરબી : ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે 32 દિવસથી કોરોના મુક્ત રહેલ મોરબી જિલ્લામાં ફરી એક કોરોનાનો કેસ આવેલ છે

જેમાં મોરબી શહેર ના રહેવાસી 86 વર્ષ ના પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે..તેમણે કોરોના રસી ના બંને ડોઝ લીધેલ છે અને અન્ય કોઈ મોરબી જીલ્લા બહાર ની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી..

- text

કોરોનાનો દર્દી હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અને તબિયત સારી છે, ઑક્સિજન પર મૂકવાની જરૂરિયાત પડેલ નથી તેમ જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું

- text