દર્દીઓની સેવા માટે ફાર્માસિસ્ટે શરૂ કર્યું માય કેન્સર સ્ટોર : ગંભીર રોગોની દવાઓ ઉપર 85 ટકા સુધીની રાહત

- text


 

  • પિતાને કેન્સર થયા બાદ પરિવારની મુશ્કેલી જોઈને અન્ય દર્દીઓની સેવા માટે મળી પ્રેરણા : સ્ટોર પરથી દવાઓ ઉપરાંત તમામ પ્રકારનું માર્ગદર્શન પણ અપાઈ છે

  • કેન્સર તથા અન્ય રોગોની 1200 જેટલી દવા ઉપલબ્ધ : હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ અને દર્દીઓને ખૂબ સસ્તાભાવે દવાઓ મળી રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માનવ સેવા એજ પ્રભુ સેવા… આ યુક્તિને ચરિતાર્થ કરતો કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે. વર્ષ 2014માં જ્યારે ગૌરાંગભાઈ ખીરસરિયાના પિતા કેન્સરની બીમારીથી પીડાતા હતા. ત્યારે 42 લાખનાં ખર્ચ ઉપરાંત ઘરમાં બધા ડોકટરો હોવા છતાં પણ હેરાનગતી અનુભવવી પડી હતી. ત્યારે ગૌરાંગભાઈએ તેમના પિતાની પ્રેરણાથી પ્રણ લીધું કે કંઇક એવું કરવું છે કે સામાન્યમાં સામાન્ય માણસ પણ કેન્સર જેવા રોગ સામે લડી શકે તેનાં માટે શકય તેટલી મહેનત કરવી છે.અંતે ગૌરાંગભાઈ અને દીપકભાઈને સફળતા મળી અને તેઓએ માય કેન્સર સ્ટોર શરૂ કર્યો. આ સ્ટોરમાં ગંભીર રોગોની દવા 85 ટકા સુધી રાહત સાથે આપવામાં આવે છે. જેથી તમામ દર્દીઓને આર્થિક સંકટનો સામનો ન કરવો પડે.

મોરબીના રવાપર રોડ ઉપર કોહિનૂર કોમ્પલેક્ષમાં શોપ નં.60માં નેત્રા હેલ્થકેર દ્વારા માય કેન્સર સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે શહેરનું સૌપ્રથમ સ્પેશિયાલિટી ફાર્મસી મેડિકલ સ્ટોર છે. જ્યાં લોકોને કોઈ પણ મોંઘી દવાઓ તેમજ ઇન્જેક્શન જેવા કે કેન્સર, એચ.આઇ.વી., નેફ્રોલોજી, હેમેટોલોજી, રૂમેટોલોજી, આઈ.વી.એફ., હદયના રોગો, ઓસ્ટીઓપોરોસીસ, આઈ.સી.યુ.ના દર્દીઓ તેમજ ક્રિટીકલ કેર માટેની તમામ દવાઓ એકદમ રાહત ભાવે મળશે. અહીં દવાઓ ઉપર 85 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

તમામ સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇન્ટરનેશનલ દવાઓ, ઈન્જેકશન તેમજ ઈમ્પોર્ટેડ દવાઓ અને ઇન્જેક્શનો પણ રાહતભાવે મળશે. દઉપરાંત ફ્રીમાં કેન્સરને લગતી તમામ દવાઓની જાણકારી મળશે. અહીં 1200 જેટલી કેન્સરની દવાઓ હાજરમાં મળશે. અહીં ફાર્માસિસ્ટની હાજરીમાં કેન્સરની દવાઓ આપવામાં આવે છે. સાથે અહીંથી ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ દ્વારા દવાઓ મોકલી આપવાની પણ વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.

- text

ગૌરાંગભાઈ ફાર્માસીસ્ટ છે અને છેલ્લા 5 વર્ષથી ફકતને ફકત કેન્સર અને ગંભીર રોગો માટે જ કામ કરે છે. તેઓએ લગભગ 54000 કરતા પણ વધારે કેન્સરનાં દર્દીઓને સારવાર માટેની માહિતી સાથે ડોકટરનાં પ્રિસ્ક્રીપ્શન મુજબની જરૂરી દવાઓ પણ તદન રાહત ભાવે આપી છે.

માય કેન્સર સ્ટોર એ સૌરાષ્ટ્રનો એક એવો પ્રથમ કેન્સર મેડિકલ સ્ટોર છે, જે ISO 9001 : 2015 સર્ટીફીકેટ ધરાવે છે. તેઓનો હેતુ કેન્સરનાં દર્દી સુધી સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ અને ઇન્ડીયન ફાર્મા કંપનીની સારામાં સારી અને સસ્તી દવાઓ પહોંચાડવાનો છે. આ ફકત એક મેડીકલ સ્ટોર નથી પરંતુ, સંપૂર્ણ જાણકારી મળી રહે તેવી ઉત્તમ જગ્યા છે. અહીંથી કિમોથેરાપીનાં ડોઝ સાથે વપરાતી સર્જીકલ વસ્તુઓ પણ ફ્રી આપવામાં આવે છે. ઉપરાંત અહીં NCCN અને ESMOની ગાઈડલાઈન શુ છે તે તમામ માહિતી આપવામાં આવે છે.

ઓરલ કિમોથેરાપી ઇન્જેકશન, ઇમ્યુનોથેરાપીનાં ઘણાં બધા પ્રકારનાં ઇન્જેકશન વગેરેની MRP ઘણી જ ઉંચી હોય છે. જેનાં વિશે લોકોને કોઇપણ પ્રકારની જાણ હોતી નથી. જેથી તે લોકો અનેક મુશ્કેલીઓ ભોગવતા હોય છે, તેથી અહીં એકદમ ઓછો નફો રાખીને વેચાણ કરવામાં આવે છે અને જરૂર લાગે તો અમુક – અમુક વસ્તુ ફ્રી પણ આપવામાં આવે છે.

કોઈ પણ ગ્રાહક દવાની માહિતી માટે કોલ અથવા દવાનો ફોટો વોટ્સએપ કરી શકશે. વધુમાં અહીં હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ અને દર્દીઓને ખૂબ સસ્તાભાવે દવાઓ મળી રહેશે. દવાઓને લગતી માહિતી જાણવા માટે માય કેન્સર સ્ટોર – દીપકભાઈ ફૂલતરિયા (M. Pharm) મો.નં. 9998536432નો વોટ્સએપ અથવા તો સંપર્ક કરવા જણાવાયું છે.

- text