હાય રે… વિધાતા… પુત્રને તાવની દવા આપવા જઈ રહેલ પિતા સીડીએથી પટકાતા મૃત્યુ

- text


પશ્ચિમ બંગાળથી સિરામીક ફેકટરીમાં મજૂરી કરવા અવેલા શ્રમિકનું અકાળે અવસાન

મોરબી : મોરબીના ઘુટુ ગામની સીમ લગધીરપુર રોડ ઉપર સિરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા પશ્ચિમ બંગાળના શ્રમિકના પુત્રને તાવ આવતા હાંફળા ફાફળા બની પુત્રને દવા આપવા દોડતા આવેલા પિતા સીડી ઉપરથી પટકાઈ જતા અકાળે અવસાન થયું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ પશ્ચિમ બંગાળના ટીકરાપરા પોસ્ટ-બાનસુપી થાના-ઝારગેરામ જી-પશ્રીમ મેદીનીપુરના રહેવાસી અને હાલમાં પરિવાર સાથે ઘુંટુ ગામની સીમ લગધીરપુર રોડ ઉપર કોનાટો સીરામીકના લેબર કવાટરની ઓરડીમાં રહેતા સનાતનભાઇ મોહનભાઇ માહાલીના નાના પુત્ર અનિલને તાવ આવતા ગત તા.2 ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ તાવ દવા લઇને રૂમ આવતો હતો ત્યારે લેબર કવાટરની સીડીના પગથીયા ચડતા ચડતા અચાનક ચકકર આવતા સીડી પરથી દડીને નીચે પડતા માથાના પાછળના ભાગે લોહી વહી ગયું હતું.

- text

વધુમાં લોહી નીકળતા પાટો બાંધીને સનાતનભાઈએ પ્રાથમિક સારવાર લીધા બાદ ગઈકાલે સવારમાં બેભાન થઇ જતા પ્રથમ મોરબી સમપર્ણ હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડી વધુ સારવાર માટે રાજકોટ સરકારી સીવીલ હોસ્પીટલ ખાતે રીફર કરતા માંથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે મૃતક સનાતનભાઈના પત્નીની જાણકારી મુજબ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text