માળીયા નજીક ઈશ્વર બેચર આંગડિયા પેઢીના કર્મચારીનો રૂ. 62.50 લાખ ભરેલ થેલો લઈ ગઠિયો ભાગી ગયો

- text


રાપરથી રોકડ લઈ મોરબી આવી રહેલ કર્મચારી માધવ હોટલે ચા-પાણી પીવા ઉતર્યોને ગઠિયો ભેટી ગયો

મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર માધવ હોટલે રાપરથી રોકડ રકમનો થેલો લઈ મોરબી આવી રહેલ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીનો કર્મચારી બસમાં થેલો રેઢો મૂકી ચા – પાણી પીવા નીચે ઉતરતા ગઠિયો ભેટી જતા રૂપિયા 62.50 લાખની રોકડ રકમ ગુમાવવી પડી છે.

મોરબી જિલ્લામાં તસ્કર લૂંટારુઓ બેફામ બન્યા હોય તેવી સ્થિતિ વચ્ચે આજે સવારે રાપર રાજકોટ રૂટની એસટી બસમાં બેસી મોરબી રોકડ રકમ આપવા આવી રહેલ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમારે માળીયા નજીક આવેલી હોટલ માધવ ખાતે ચા – પાણી પીવા નીચે ઉતરતા ચોર ગઠિયો બસમાં રહેલ રોકડ રકમનો થેલો લઈ પળવારમાં ગાયબ થઈ ગયો હતો.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમારે ઉ.43 રહે.રાપર વાળા કાળા કલરના થેલામાં રોકડા રૂપિયા 62.50 લાખ લઈને મોરબી ચૂકવણા માટે આવતા હતા અને માધવ હોટલ બસે સ્ટોપ કરતા કર્મચારી બેદરકારી દાખવી થેલાને રેઢો મૂકી નીચે ઉતરતા જ ચોર ગઠિયાએ તફડંચીને અંજામ આપ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ માળીયા સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હોવાનું અને વિધિવત ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવી ગુન્હાનો ભેદ ઉકેલવા પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે.

- text