અપહૃત પર્વને આકાશ-પાતાળ એક કરીને પણ શોધવા તાકીદ કરતાં રાજય મંત્રી મેરજા

- text


મોરબી : મોરબી મામાના ઘેર આવેલ માળીયાના જુના ઘાંટીલા ગામનો બાળક પર્વ ભાવેશભાઇ વિડજા ગુમ થયાની ઘટનાને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ખૂબ જ ગંભીર ગણાવી તાલુકા પોલીસ અધિકારીને સતત અને સખત તાકીદ કરીને આ બાળકનો પતો મેળવવા જુદી જુદી ટીમો બનાવીને કામે લગાડીને કાર્યરત કર્યા છે.

- text

બાળક પર્વના અપહરણની ઘટનાની ગંભીરતા જોતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અન્ય વિસ્તારના પ્રવાસમાં હોવા છતાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી પાસેથી આ ઘટના બાબતની રજેરજની માહિતી મળવીને આકાશ-પાતાળ એક કરીને પણ આ બાળક પર્વને શોધી કાઢવા અંગેના સ્પષ્ટ આદેશો કર્યા છે અને સાથોસાથ આ બાબતે સતત ચિંતા પણ વ્યકત કરી છે.

- text