હોય નહીં ! મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 2500થી વધુ શ્રમિકો મેળવી રહ્યા છે રોજગારી

- text


જરૂરિયાતમંદ 1233 કુટુંબો માટે તક ની સાથે આશિર્વાદરૂપ બની હોવાનો તંત્રનો દાવો

મોરબી : મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કુટુંબદીઠ 100 દિવસની રોજગારી આપવામાં આવી રહી છે. જેમાં હાલ 1233 કુટુંબોના 2500 થી વધુ શ્રમિકો હાલ દરરોજ રોજગારી મેળવી રહ્યા હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

મનરેગા યોજનામાં નાના શ્રમિકોને રોજગારી આપવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ હાલ 39 કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ મનરેગા યોજનામાં કુટુંબદીઠ 100 દિવસની રોજગારી આપવામાં આવી રહી છે. આ રોજગારી જરૂરિયાતમંદ 1233 કુટુંબો માટે તક ની સાથે આશિર્વાદરૂપ બની રહી છે જે થકી એ કુટુંબોના 2500 થી વધુ શ્રમિકો હાલ દરરોજ રોજગારી મેળવી રહ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

- text

મનરેગા હેઠળ કામના પ્રમાણમાં પુરતી રોજગારી મળતી હોવાથી અનેક જરૂરિયાતમંદ કુટુંબો આ યોજનાનો પૂરતા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે અને શ્રમિકોના ખાતામાં જ સીધું ચુકવણું કરવામાં આવતું હોવાથી પૂરતી પારદર્શકતા પણ જળવાય છે.
ઉલ્લેખનિય છે કે,સુજલામ સુફલામ જળ અભિયાન 2022 તથા અમૃત સરોવર 2022-23હેઠળ મનરેગા યોજના દ્વારા તળાવ ઊંડા ઉતારવા, હયાત તળાવોનું મરામત સફાઈ કામ તથા નવા તળાવો બનાવવા જેવી જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરીથી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, ભૂગર્ભ જળ ઊંચા આવે છે. તથા ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે છે. પાણીની સંગ્રહ શક્તિ વધવાથી રવિ પાકમાં ફાયદો થાય છે તથા કુવા અને બોરમાં પણ ભૂગર્ભ જળમાં વધારો થાય છે. ઉપરાંત મનરેગા જેવી યોજનાઓ સાથે જોડીને શ્રમિકોને રોજગારો પણ આપવામાં આવી રહી હોવાનું અંતમાં જણાવાયું છે.

- text