મોરબીમાં યુવક કોંગ્રેસ દ્રારા શ્રમ અને રોજગાર કચેરીને ઘેરાવ 

- text


રોજગારી મુદ્દે યુવક કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

મોરબી : ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોરબીની શ્રમ અને રોજગાર કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો હતો. જેમાં રોજગારી મુદ્દે યુવક કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ ગુજરાત માંગે રોજગાર એ કેમ્પેઇનના પ્રથમ ચરણમાં “રોજગાર ક્યાં છે?” તેવા નવતર કાર્યક્રમ અંતર્ગત મોરબી યુવક કોંગ્રેસ દ્વારા મોરબીની શ્રમ અને રોજગાર કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના હોદેદારો, વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠીયા, ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાની યાદીમાં જણાવાયું છે.

- text