રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા 29 થી 31 મે ત્રણ દિવસ મોરબી અને જામનગર જિલ્લાના પ્રવાસે

- text


વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને કરશે સમીક્ષા બેઠક

મોરબીઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિમાણ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા આગામી તારીખ 29 મે ને રવિવારથી 31 મે મંગળવાર સુધી ત્રણ દિવસના મોરબી અને જામનગર જિલ્લાના પ્રવાસે છે.

મંત્રી બ્રિજેશ મેરજાના ત્રીદિવસીય પ્રવાસની વાત કરીએ તો, તા.૨૯-૦૫-૨૦૨૨ ને રવિવારે જામનગર લાલપુર ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયે, અનુકૂળતાએ મોરબી જવા રવાના થશે ત્યાં રાત્રિ રોકાણ કરશે. તા.૩૦-૦૫-૨૦૨૨ ને સોમવાર સવારે ૦૯:૪૫ વાગ્યે મોરબી કલેક્ટર કચેરી ખાતે એનઆઈસી કોન્ફરન્સ હોલ ખાતે યોજાનાર પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ વાગ્યે વી.સી.ટેકનીકલ હાઈસ્કુલ, મોરબી ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧૨:00 વાગ્યે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે મોરબી જિલ્લાની પ્રિ-મોન્સૂન કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજશે. બપોરે ૦૧:૦૦ વાગ્યે મોરબી નગરપાલિકા ખાતે અધિકારીઓ/પદાધિકારીઓ સાથે મોરબી શહેરની પ્રિ-મોન્સૂન કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક કરશે.

- text

તા.૩૧-૦૫-૨૦૨૨ ને મંગળવારે સવારે ૦૬:00 વાગ્યે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે યોજાનાર સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે ૦૯:૩૦ વાગ્યે જામનગરના ટાઉન હોલ ખાતે સિમલા હિમાચલ પ્રદેશ ખાતેની વડાપ્રધાન દ્વારા થનાર વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાંથી મોરબી જવા રવાના થશે અને રાત્રે ૦૮:૩૦ વાગ્યે મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજિત માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં હાજરી આપશે.

- text