હળવદ પંથકમાં બેફામ રેતી ચોરી મામલે અંતે ખાણખાણીજ તંત્ર જાગ્યું ; બે ફરિયાદ નોંધાવી

- text


ચાડધ્રાની બ્રાહ્મણી નદીમાથી ગેરકાયદે રેતી કાઢવા મામલે એક બે અર્થમુવર વાહન ધારકો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ

હળવદ : કચ્છના રેત માફિયાઓ અને ખનીજ માફિયાઓ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાનો રેલો હળવદ સુધી પહોંચી ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે હળવદ પંથકમાં બેફામપણે ચાલી રહેલ રેતીની ખનીજ ચોરી મામલે અંતે ખાણખનીજ વિભાગ દ્વારા શરમે ધરમે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ભુસ્તરવિજ્ઞાન અને ખનીજખાતાના ભૂસ્તરશાસ્ત્રી અને માઇન સુપરવાઈઝર
મીતેષ આર. ગોજીયાએ હળવદ તાલુકાના ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીમાંથી રેતીની ખાણીજચોરી સબબ
એકસ્કેવેટર મશીનનં.જીજે-૨૫-બી-૭૮૯૦ નો ચાલક હબીબભાઈ હાસમભાઈ સંધી રહે.ટિકર તા.હળવદ વાળા વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શનઓફ ઇલ્‍લીગલ માઇનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમસ ૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર-2017 ના નિયમો મુજબ ફરિયાદ નોંધાવી ચાડધ્રા ગામની નદીમા ગેરકાયદેસર રીતે કુલ ૩૩૨૪.૪૯ મેટ્રિન ટન રેતીની કિમત રૂપિયા ૭,૯૭,૮૭૮ ની ચોરી કરવા મામલે ગુન્હો નોંધાવ્યો છે.

- text

એ જ રીતે બીજા કિસ્સામાં મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર
આર.કે.કણસાગરાએ હ્યુન્ડાઈ કંપનીના મશીન નં.જીજે૨૫-બી-૮૬૭૭, ચેસીસ નં.N601D03047 નો માલીક હરેશભાઇ ખીમજીભાઇ પટેલ રહે.નંદન બંગ્લોઝ મકાન નંબર.૬૨ હળવદવાળા વિરુદ્ધ ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદી પટમાથી રેતી ચોરી મામલે
આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શનઓફ ઇલ્‍લીગલ માઇનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ ૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર-2017 ના નિયમો મુજબ ચાડધ્રા ગામની નદીમાંથી ૩૭૪૮,૬૧ મેટ્રિક ટન સાદી રેતી કિંમત રૂપિયા રૂ,૮,૯૯,૬૬૭ ની ચોરી કરવા મામલે ગુન્હો નોંધાવતા હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ફાઈલ તસ્વીર

- text