વાંકાનેરમાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ ટીમે શહેરના વીસીપરા વિસ્તારમાંથી મોસીનભાઇ સલેમાનભાઇ આસાણીને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો આરોપીએ જયરાજભાઇ વજેસંગ ચૌહાણ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે જયરાજને પણ ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text