ટંકારામાં રવિવારે નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પ અને બલ્ડ ડોનેશન કેમ્પ

- text


નાસા સ્કૂલ અને અમૃતા હોસ્પિટલના સયુંકત ઉપક્રમે આયોજન

ટંકારા : ટંકારામાં નાસા સ્કૂલ અને અમૃતા હોસ્પિટલના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પ અને બલ્ડ ડોનેશન કેમ્પનું રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકામાં સૌ પ્રથમ વખત નાસા સ્કૂલ અને અમૃતા હોસ્પિટલના સયુંકત પ્રયાસથી ફ્રી મેગા કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ આગામી તારીખ 22ને સવારના 8-30થી 1-30 વાગ્યા સુધી સરદાર પટેલ વિદ્યાલય-ટંકારા ખાતે યોજવામાં આવશે. ટંકારા તાલુકાના આજુબાજુના 40 ગામડામાં દર્દીઓને ફ્રી બસ સુવિધા આપવામાં આવશે.

ફ્રી નિદાન કેમ્પમાં જનરલ ફિઝિશિયન, હૃદય રોગના સ્પેશિયાલિસ્ટ, કાન-નાક-ગળાના સ્પેશિયાલિસ્ટ, હાડકાંના સ્પેશિયાલિસ્ટ, આંખના સ્પેશિયાલિસ્ટ, ચામડીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સચોટ નિદાન અને દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. તેમજ કેમ્પમાં હાડકામાં કેલ્શિયમની ઉણપની BMD મશીન દ્વારા ચકાસણી અને નસની તકલીફવાળા દર્દીઓ માટે Neuro Touch મશીન દ્વારા ચકાસણી ફ્રીમાં કરવામાં આવશે. આ ટેસ્ટ માટે રજીસ્ટેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટેશન માટે મો. 99989 79971 અથવા 97266 36839 પર આજ શુક્રવાર સાંજ સુધીમાં રજીસ્ટેશન કરાવવાનું રહેશે.

- text

આ ઉપરાંત, સંસ્કાર બ્લડ બેંકના સૌજન્યથી આગામી તા. 22ના રોજ બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો. 95866 47157 પર સંપર્ક કરી શકાશે.

- text