હળવદ દુર્ઘટના : મોરબી જિલ્લા કોંગ્રેસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી

- text


જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓ હળવદ દોડી જઈને મૃતકના પરિવારની મુલાકાત લઈને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લાના હળવદના જીઆઇડીસીનામાં આવેલ સોલ્ટના કારખાનામાં દીવાલ પડી જવાથી ૧૨ લોકોના મુત્યુ નિપજ્યા હતા.આ ઘટનાને પગલે મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની ટીમ હળવદ દોડી ગઈ હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓ હળવદ દોડી જઈને મૃતકના પરિવારની મુલાકાત લઈને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લાના હળવદમાં જીઆઇડીસીમાં આવેલ સોલટ કારખાનામાં આશરે ૩૦ ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતા 12 લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાને પગલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે પટેલની આગેવાનીમાં હળવદ શહેર પ્રમુખ શેલૈષભાઈ દવે, તાલુકા પ્રમુખ રાણા, હેમાંગભાઈ રાવલ, જટુભા તેમજ પીપી બાવારવા, અશ્વિન વિડજા અને મહેશ રાજ્યગુરૂ સહિતના આગેવાનએ હળવદમાં પર દોડી જઈ બનાવના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને ઇજાગ્રસ્તની હોસ્પિટલમાં જઈને રૂબરૂ મુલાકાત કરી તેમન મુતકના પરિવાર ને રૂબરૂ મળી દિલસોજી પઠવી અને માનવ સર્જિત બેદરકારીની તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. તેમ જિલ્લા કોંગ્રેસની પ્રેસ યાદી જણાવે છે.

- text

- text