ધોરણ-12 સાયન્સમાં મોરબી જિલ્લાનું 85.36 ટકા પરિણામ : સમગ્ર રાજ્યમાં મોરબી બીજા ક્રમે

- text


મોરબી જિલ્લાના ત્રણ કેન્દ્રમાં વાંકાનેરનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ 
મોરબી જિલ્લામાં પરીક્ષા આપનાર 1448 પૈકી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ : 215 વિદ્યાર્થીઓ ફેઈલ 

મોરબી : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલ ધોરણ-12 સાયન્સની પરીક્ષા અને ગુજકેટના પરિણામ આજે જાહેર કરાયા છે. આ વર્ષે સમગ્ર રાજ્યનું સરેરાશ 72.02 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 85.78 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ અને 85.36 ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે. મોરબી જિલ્લામાં પરિણામની ટકાવારી જોવામાં આવે તો પરીક્ષા આપનાર 1448 પૈકી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે અને 215 વિદ્યાર્થીઓ ફેઈલ થતા જિલ્લાનું સરેરાશ 85.36 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં 15 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે.

- text

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે માર્ચ -2022માં લેવાયેલ ધોરણ-12 સાયન્સની પરીક્ષા અને ગુજકેટના પરિણામ આજે જાહેર કરાયા છે જેમાં સમગ્ર રાજ્યનું 72.02 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓમાં ઉતીર્ણ થવાનો રેશિયો સમાંતર રહ્યો છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રાજકોટ અને મોરબી બીજા ક્રમે આવ્યું છે. સૌથી ઉંચુ પરિણામ અમરેલી જિલ્લાના લાઠી કેન્દ્રનું 96.12 ટકા અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું પરિણામ માત્ર 33.33 ટકા આવ્યું છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં કુલ 1451 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જે પૈકી 1448 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે જયારે 215 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે.

મોરબી જિલ્લામાં સરેરાશ 85.36 ટકા પરિણામ આવ્યું છે જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં 15 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ સાથે, 117 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડ સાથે, 260 વિદ્યાર્થીઓ B-1 ગ્રેડ સાથે, 290 વિદ્યાર્થીઓ B -2 ગ્રેડ સાથે, 315 વિદ્યાર્થીઓ C-1 ગ્રેડ સાથે, 213 વિદ્યાર્થીઓ C-2 ગ્રેડ સાથે અને D ગ્રેડ સાથે 26 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે અને 215 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે.

- text