મુંબઈમાં સિરામિક એન્ડ બાથ ઇન્ડસ્ટ્રી શોનું જાજરમાન આયોજન, અનેક દેશોમાંથી 100થી વધુ ડેલીગેટ્સ આવશે

- text


30 જૂનથી ત્રણ દિવસ માટે આયોજિત એક્ઝિબિશનમાં સિરામિક ટાઇલ્સ, માર્બલ, સ્ટોન, બાથ ફીટીંગ્સ અને સેનિટરી વેરની પ્રોડક્ટનું પ્રદર્શન થશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મુંબઈમાં આગામી મહિને સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિરામિક ટાઇલ્સ, માર્બલ, સ્ટોન, બાથ ફીટીંગ્સ અને સેનિટરી વેરની પ્રોડક્ટ માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ડેલીગેટ્સ ઉપસ્થિત રહેવાના છે.

એમેરાલ્ડ વર્લ્ડવાઈડ કનેક્શન પ્રા.લી. દ્વારા મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 30 જૂનથી 2 જુલાઈ દરમિયાન સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસનું આ એક્ઝિબિશન વૈશ્વિક અને સ્થાનિક ગ્રાહકોને સિરામિક ટાઇલ્સ, માર્બલ, સ્ટોન, બાથ ફીટીંગ્સ અને સેનિટરી વેર ઉદ્યોગની બ્રાન્ડ્સને આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ એક્ઝિબિશનમાં યુએસએ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જર્મની, રશિયા વગેરે જેવા દેશોમાંથી 100થી વધુ ટોચના ખરીદદારો ઉપસ્થિત રહેશે.

- text

આ એક્સપો ભારતનો એકમાત્ર અને દક્ષિણ એશિયાનો પણ પ્રીમિયમ એક્સપો હશે. આર્કિટેક્ટ્સ, ડેવલપર્સ, સિરામિક ટાઇલ અને બાથ વેર ડિસ્ટ્રિબ્યુટર્સ, પાર્ટનર્સ અને રિટેલર્સ, કોન્ટ્રાક્ટર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ્સ, હોટેલ પ્રોક્યોરમેન્ટ હેડ્સ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને આકર્ષિત કરશે. એક્ઝિબિશનને CREDAI MCHI-બિલ્ડર એન્ડ ડેવલપર એસોસિએશન, HPMF-હોટેલ પરચેઝ મેનેજર્સ એસોસિએશન, PEATA- આર્કિટેક્ટ્સ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ એસોસિએશન દ્વારા પાર્ટનર એસોસિએશન તરીકે સહયોગ મળ્યો છે. આ એક્સપોમાં Nitco, Vermora, Astral, Spolo, Mozart, Mega સહિતની મોટી કંપનીઓ પણ સહભાગી બનવાની છે.

એમેરાલ્ડ વર્લ્ડવાઈડ કનેક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ એ નેક્સ્ટ જનરેશનની કંપની છે જે ઉદ્યોગની જરૂરિયાતોને પૂર્ણ કરતા વ્યવહારુ, આકર્ષક અને ઇન્ટરેક્ટિવ બિઝનેસ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની દ્વારા ગ્રાહકો અને સમુદાય માટે અનન્ય રીતે સમૃદ્ધ અનુભવ બનાવવા માટે ડાયનેમિક લાઇવ ઇવેન્ટ્સ અને પ્રદર્શનો, ડિજિટલ જોડાણ અને ડેટા આંતરદૃષ્ટિ સાથે બજારની અગ્રણી બ્રાન્ડ્સ અને સંકલિત માર્કેટિંગ સોલ્યુશન્સ બનવાઈ છે.

એમેરાલ્ડ વર્લ્ડવાઈડ કનેક્શન્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક મનોજ ગોપલાનીએ જણાવ્યું હતું કે, “સિરામિક એન્ડ બાથ ઈન્ડસ્ટ્રી શો 2022 (CBIS) ની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આ વિચાર ભારતીય સિરામિક ટાઇલ્સ, નેચરલ સ્ટોન્સ અને બાથ ઇન્ડસ્ટ્રીની સંભવિતતાને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “CBIS એ સંલગ્ન બ્રાન્ડ્સને વૈશ્વિક અને સ્થાનિક ઉદ્યોગ સમક્ષ તેમની શ્રેષ્ઠ-વર્ગની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ આપીને લાભદાયી વ્યાપાર સંભાવનાઓ અને નવીનતા લાવવાનું વચન આપે છે.

વધુ વિગત માટે અથવા સ્ટોલ બુક કરવા માટે સંપર્ક કરો:
જય શેઠ મો.નં. 9167702955
સોનિયા મોદી મો.નં.9167702232

વેબસાઈટ :
www.cbisexpo.com

- text