મોરબી-જોમજોધપુર બસ ચાલુ કરવા ડેપો મેનેજરને રજુઆત

- text


મોરબી : હાલમાં જામજોધપુર માટે મોરબીથી એકપણ STની બસ સીધી ચાલુ નથી.આ પહેલા ત્રણેક બસ(ધ્રાંગધ્રા-હળવદ-વાયા મોરબી) ચાલુ હતી.તે કોરોનાના કારણે બંધ કર્યા પછી હજુ સુધી ફરી ચાલુ કરવામાં આવી નથી. આથી, મોરબી-જોમજોધપુર-મોરબી બસ ચાલુ કરવા ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી છે.

સીદસર ઉમિયા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલ છે.તથા મોરબી-જામજોધપુર સામાજિક વ્યવહારને લઈને લોકોની અવાર-જ્વર રહે છે.હાલમાં મોરબી-હળવદ વિસ્તારમાં જામજોધપુર વિસ્તારના લગભગ દશેક હજાર લોકો કામધંધા અંગે આવેલા છે.જેને ફરજીયાત રાજકોટ બદલી કરવી પડે છે.જેમાં પણ બસમાં ગીરદીને કારણે ચડવા ઉતરવામાં મુશ્કેલીઓ પડે છે.મજૂરી કરવા આવેલ મધ્યમ વર્ગના લોકોને ધ્યાને રાખી મોરબી-જામજોધપુર માટે ઇન્ટર સીટી બસો તથા લોકલ બસો ચાલુ કરવામાં આવે તો લોકોને રાહત થશે.

- text

બન્ને બાજુથી સવારે 5 વાગ્યાથી છેલ્લે સાંજે 4 વાગ્યે એમ દર બે કલાકના અંતરે એક એવી 4 થી 5 જોડી બસ ચલાવવામાં આવે તો ST અને લોકો બન્નેને ફાયદો થશે.લોકોની સગવડતા સચવાય અને મુસાફરી સરળ રહે તથા સરકારમાં લોકોનો વિશ્વાસ વધે તેવી વ્યવસ્થા કરવા અપીલ છે.જામજોધપુરથી રાજકોટ સુધી ફક્ત “રામરાજ”ની કુલ 26 બસ ચાલે છે.જેની સામે રાજકોટ વાયાવાળી મોરબી-જામજોધપુર ચાલુ થાય તો લોકોને મુસાફરીમાં સરળતા રહે.તે માટે રામજીભાઈ ભલાણીએ રાજકોટ ડિવિઝનના ડેપો મેનેજરને રજુઆત કરી છે.

- text