SRD, GRD અને TRB જવાનોના વેતન વધારવા માંગ

- text


મોરબીના સામાજીક કાર્યકરોની પોલીસવડાને રજુઆત

મોરબી : રાજ્યમાં SRD, GRD અને TRB ખડેપગે ફરજ બજાવતા હોય છે.આમ છતાં તેઓનો પગાર વધારવામાં આવતો નથી.તેથી સામાજિક કાર્યકરોએ દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જિલ્લા પોલીસવડા અને જી.આર.ડી. હેડ ઓફિસને પગાર વધારવા અંગે રજુઆત કરી છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ વી.દવે તથા અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયા દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે SRD, GRD, TRBના જવાનોને માસીક રૂા. ૬૯૦૦/ – જ વેતન મળે છે તથા આટલા નજીવા પગારમાં તેઓ અડીખમ ઉભા હોય છે તથા એક પણ રજા કે તહેવાર કે ૠતુની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે છતાં પણ તેઓ આ કાર્ય કરે છે.તેઓને કામગીરીની મજાક જેવો પગાર ચુકવવામાં આવે છે

ગુજરાતમાં તો આવા અનેક જવાનો તેનાત હોય છે. જે ખડે પગે પોતાની ફરજ બજાવતા હોય છે. અને તહેવાર કે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતા નથી. તો તેમનું માસીક વેતન વધારે તેમને નિયમાનુસાર અને સમયસર પગાર મળી રહે તે માટે સામાજીક કાર્યકરો દ્વારા રજુઆત કરવામાં આવી છે કે તેઓ ફરજમાં પણ વેતનાસુર મળી રહે.

મોંધવારીમાં પણ તેઓ ભાડે રહીને મહિલા ખરા તડકામાં ઉભી રહીને ફરજ બજાવતી હોય છે અને એક પણ રજા રાખતી નથી.તેમજ આખા ગુજરાત રાજયમાં સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે.તો આ SRD, GRD અને TRBનો કેમ પગાર વધારો ન થાય? તે એક પ્રશ્ન છે તો આ અંગે પણ સ્થિતિને ધ્યાનમાં લઈ અરજી માન્ય કરશો.

- text

તો આ અરજીનો નીકાલ SRD, GRD, TRB હીતમાં તાત્કાલીક કરો તેવી સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચની માંગ અને આમ જનતા તથા ગુજરાત વતી રજુઆત અને માંગણી છે.

- text