કેન્સરના નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં : ક્રિષ્ના હોસ્પિટલમાં યોજશે ખાસ કેમ્પ

- text


કેન્સર સબંધિત તમામ સારવાર ઘરઆંગણે જ મેળવવાની તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરના નિષ્ણાંત તબીબ ડો. જિમ્મી ડઢાણીયા આગામી તા.7ને શનિવારના રોજ મોરબી પધારવાના છે. તેઓ ક્રિષ્ના હોસ્પિટલમાં ખાસ કેમ્પ યોજી દર્દીઓનું નિદાન તથા સારવાર કરવાના છે. આ કેમ્પ થકી મોરબીના દર્દીઓને કેન્સર સબંધિત તમામ સારવાર ઘરઆંગણે જ મળી રહેશે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આગામી તા.7ને શનિવારે કેન્સરના નિષ્ણાંત તબીબ ડો. જિમ્મી ડઢાણીયા -એમ.ડી., ડી.એન.બી. ( મેડિકલ ઓનકો-હેમેટોલોજી) કન્સલ્ટન્ટ મેડિકલ ઓનકો હેમેટોલોજીસ્ટ ખાસ કેમ્પ યોજવાના છે. જેનો સમય તા. 9:30થી 11:30 સુધીનો રહેશે. આ કેમ્પમાં ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો કે ગાંઠ થવી વગેરે બીમારીનું નિદાન તથા સારવાર કરવામાં આવશે.

- text

ડો. જિમ્મી ડઢાણીયા દિલ્હી એનસીઆરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોર્થ ઇન્ડિયા મેદાન્તા ધ- મેડિસિટી હોસ્પિટલનો ત્રણ વર્ષનો અનુભવ, મુંબઇની એસ.એલ. રહેજા હોસ્પિટલ અને સુશ્રુત હોસ્પિટલમાં 2 વર્ષનો અનુભવ તથા રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 3 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ ડાઇગ્નોસિસ એન્ડ ટ્રિટમેન્ટ ઓફ ઓલ ટાઈપ કેન્સર, કિમોથેરાપી એન્ડ ટેરગેટેડ થેરાપી, એડવાન્સ એવી ઇમ્યુનોથેરાપી, ઓરલ મેટ્રોનોમિક થેરાપી એન્ડ પેલ્લીએટિવ કેર ટ્રીટમેન્ટ, પેઈન મેનેજમેન્ટ એન્ડ અધર સ્પોર્ટિવ કેર ટ્રીટમેન્ટના સ્પેશિયાલિસ્ટ છે. કેન્સર સંબંધિત સારવારનો લાભ ઘરઆંગણે જ લેવા માટે આ કેમ્પમાં જરૂર પધારો. વધુ વિગત માટે તથા એપોઇન્ટમેન્ટ માટે મો.નં. 9428467271 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text