મોરબી જિલ્લાકક્ષા ખેલ મહાકુંભની જુડો અને કુસ્તી સ્પર્ધામાં 21 ચંદ્રકો સાથે પાંડાતીરથ શાળા અગ્રેસર

- text


હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાની પાંડાતીરથ પ્રાથમિક શાળાએ નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભની કુસ્તી અને તક્ષશિલા હળવદ ખાતે યોજાયેલ જુડો ભાઈઓ બહેનોની સ્પર્ધામાં 4 ગોલ્ડ,9 સિલ્વર,8 બ્રોન્ઝ સાથે કુલ 21 મેડલ પ્રાપ્ત કરી સરકારી શાળાનું ગૌરવ વધાર્યું હતું.

સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને હેન્ડ,હાર્ટ અને હેડ એમ થ્રિ એચની કેળવણી આપવામાં આવે છે.વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય,ભણતર અને ગણતરની સાથે સાથે બાળકોને વિવિધ રમતોમાં પારંગતતા પ્રાપ્ત કરે એ માટે શિક્ષકો સતત પ્રયત્નશીલ હોય છે.એ અન્વયે હળવદ તાલુકાની પાંડાતીરથ પ્રાથમિક શાળાના શિક્ષકોના સંજયભાઈ કરોત્રા,વિજયકૈલા,હરેશભાઈ,અવિનાશભાઈ,મનીષાબેન,અલકાબેન,તેમજ આચાર્ય મુકેશભાઈ મારવણીયા વગેરેના સંનિષ્ઠ પ્રયત્નોથી નાલંદા વિદ્યાલય-મોરબી ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત કુસ્તી ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

- text

જુડો ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તક્ષશિલા હળવદ ખાતે યોજાઈ હતી.જેમાં પાંડાતીરથ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જુદા જુદા વેઇટમાં 4 ગોલ્ડ,9 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ કુલ 21 ચંદ્રકો પ્રાપ્ત કરી ખેલ મહાકુંભમાં ડંકો વગાડ્યો હતો.નાલંદા વિદ્યાલયના દ્વારા સુચારુ આયોજન બદલ ટીમે આભાર પ્રકટ કર્યો હતો.તેમજ સ્પોર્ટ્સ ટીચર જ્યંતીભાઈ વડાવીયાએ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખેલ મહાકુંભને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text