ટંકારામાં અક્ષય તૃતીયાએ લેઉવા પાટીદાર સમાજના 10 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

- text


ટંકારા : સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા,યુવા સમિતિ અને મહીલા સમિતિ દ્વારા અખાત્રીજના પાવન સંધ્યાએ તૃતીય સમૂહ લગ્નોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. દેવકુંવર શૈક્ષણિક સંકુલ રોશનીથી ઝળહળી ઉઠયું હતું.અખાત્રીજના દિવસે 10 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ દ્વારા યોજાતા સમુહ લગ્ન અખાત્રીજના દિવસે તૃતીય સમૂહ લગ્નોત્સવ રાજકોટ મોરબી રોડ પર આવેલા દેવકુંવર શૈક્ષણિક સંકુલના ખાતે સાથે 10 યુગલોને લગ્નગ્રંથિથી જોડી ઉજવવામાં આવ્યો હતો.લગ્નના આચાર્ય પદે વિધ્વાન ભાગવત કથાકાર શાસ્ત્રી દિપકભાઇ પંડયા રહ્યા હતા. જેમા મંગલ ફેરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યુગલો લગ્નગ્રંથિથી જોડયા હતા.આ તકે જીલ્લામાંથી રાજકીય સામાજિક અને ઉધોગપતિઓએ પણ એક જ પંગતે બેસી સમુહલગ્ન માણ્યા હતા.

સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા પ્રમુખ અશોકભાઈ ડી. પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી, લવજીભાઈ ઢેઢી,સંજયભાઈ ભાગિયા,ગંગારામભાઈ ચૌધરી,મનીષાબેન ગોસરા, જીલુભાઈ ઢેઢી મીઠાભાઇ ગોસરા, મુકેશ ભાઈ દુબરીયા, હસમુખ ભાઈ દુબરીયા,અશોકભાઈ સંઘાણી, અમૃતભાઇ નમેરા સહિત કારોબારી સભ્યો આગેવાનો તથા યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text