વાંકાનેરમાં બુધવારે હઝરત શાહબાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

- text


વાંકાનેર : વાંકાનેરમાં હઝરત શાહબાવા(રહેમતુલ્લાહ અલયહી)નો વાર્ષિક ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.જેમાં હઝરત જોરાવર પીર બાવાની દરગાહે ચાદર ચઢાવી સલામી બાદ ત્યાંથી ઝુલુસ શરુ થશે.

વાંકાનેરમાં આગામી રમઝાન ઈદના બીજા દિવસે તા.4ને બુધવારના રોજ હઝરત શાહબાવા(રહેમતુલ્લાહ અલયહી)નો વાર્ષિક ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.સવારે 10 કલાકે વાંકાનેર રસાલા રોડ ખાતે આવેલ હઝરત જોરાવર પીર બાવાની દરગાહે ચાદર ચઢાવી સલામી બાદ ત્યાંથી ઝુલુસ શરુ થશે.આ ઝુલુસમાં શાહબાવાની ચાદર તથા સંદલ અને ઐતિહાસિક હઝરત શાહબાવાના તોહફાનું યાને ગાદી,તકિયા અને ધોકો યાને વાંકાનેરની સ્થાપના જે ધોકાથી થઇ છે તે સંવત 1604 થી અશા સાથે આ ઝુલુસ બજાર રોડથી ચાવડી ચોક,માર્કેટ ચોક,પ્રતાપ ચોક થી રામચોકમાં આવેલ શાહબાવાના મિનારા વાળી દરગાહે પહોંચી ત્યાં શાહબાવાના મઝાર ઉપર ચાદર ચડાવી સલાતો સલામ બાદ આમ ન્યાઝ(પ્રસાદ) લોકોને બાટવામાં આવશે.

- text

જે ન્યાઝ તમામ લોકો લઇ શકશે.આ ઝુલુસમાં ફૈઝ હાસિલ કરવા અકીદત મંદોને જાહેર આમત્રંણ પાઠવવામાં આવે છે.દરગાહ શરીફે આવનારે ઇમદાદ(મદદ) શાહબાવાની પેટીમાં નાખવી.કોઈને હાથમાં રકમ ન આપવા સૂચનો કરેલ છે.વધુ માહિતી માટે મો.92285 62426 પર સંપર્ક કરવો.

- text