હળવદ પંથકના વાતાવરણમાં પલટો આવતા કાલે ગુરૂવારે યાર્ડ બંધ રહેશે

- text


 

વરસાદી વાતાવરણના લીધે ખેડૂતો ચિંતિત : બેવડી ઋતુના કારણે રોગચાળો વકરવાની શક્યતા

હળવદ : ભર ઉનાળે આજે વાતાવરણમાં પલ્ટો આવતા હળવદ પંથકમાં આજે વાદળછાયું વાતાવરણ વચ્ચે સાંજના સમયે છાંટા પડતા વરસાદી વાતાવરણના લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે જેથી આવતી કાલે હળવદ યાર્ડ બંધ રહેવાનું છે તો બીજી તરફ બેવડી ઋતુના કારણે રોગચાળો વકરવાની પણ શક્યતાઓ વધી છે.

- text

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હળવદમાં આજ સવારથી ધાબળીયુ વાતાવરણ છવાઈ ગયેલું જોવા મળ્યું હતું.આકાશમાં વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી સાથે જ સાંજના સમયે છાંટા પણ પડયા હતા અને હાલ ઉનાળાની ઋતુમાં ધોમધખતા તાપમાંથી લોકોને રાહત મળી છે.

જો કે વરસાદી વાતાવરણ થઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. બેવડી ઋતુના કારણે રોગચાળો વકરે તેવી શક્યતા છે.સાથે વાતાવરણમાં આવેલા પલટાને કારણે આવતીકાલે એટલે કે ગુરુવારે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેવાનું હોવાનું યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલએ જણાવ્યું હતું.

- text