હળવદ ખાતે કાલે ગુરૂવારે જીલ્લા કોંગ્રેસની બેઠક 

- text


 

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ ટંકારા અને વાંકાનેરના ધારાસભ્ય હાજર રહેશે

હળવદ : હળવદમાં આવતીકાલે ગુરુવારે જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાશે જેમાં મોટી સંખ્યામાં હળવદ શહેર અને તાલુકાના ચૂંટાયેલા તેમજ સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓને હાજર રહેવા જણાવાયું છે.

આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે આવતીકાલે 21/4/2022ને ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યે હળવદ શહેરમાં આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર સરા ચોકડી ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાશે.

- text

આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ,ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદા,મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી દિનેશભાઇ પરમાર,અશોકભાઇ ડાંગર સહિત ના કોંગ્રેસી આગેવાનો હાજર રહેશે.

હળવદ ખાતે યોજાનાર કોંગ્રેસની બેઠકને લઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણાએ હળવદ તાલુકા અને શહેર કોંગ્રેસના ચૂંટાયેલા તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે જ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ સર્વે લોકોને હાજર રહેવા અપીલ છે.

- text