રામદેવપીર કળીયુગના જાગતા દેવ છે : રાધેકૃષ્ણ શાસ્ત્રી

- text


 

નકલંક ગુરુધામ ખાતે ચાલતી શ્રી રામદેવ રામાયણ કથાના આજે ત્રીજા દિવસે સાધુ-સંતો,ભુવાશ્રીઓ તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા

હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામે આવેલ નકલંક ગુરુધામ ખાતે શ્રી રામદેવ રામાયણ કથાના આજે ત્રીજા દિવસે સાધુ-સંતો ભુવાશ્રીઓ તેમજ અનેક રાજકીય અગ્રણીઓની હાજરી સાથે મોટી સંખ્યામાં શ્રોતાગણએ કથાનું રસપાન કર્યું હતું.

શ્રી રામદેવ રામાયણ કથાના આજે ત્રીજા દિવસે કથાના વક્તા શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે રામદેવપીર કળિયુગના જાગતા દેવ છે. રામદેવપીરએ ૫૫૦ વર્ષ પહેલા દરેક સમાજના લોકોને એક નેજા હેઠળ લાવવાનું કામ કર્યું હતું આજે પણ દરેક સમાજના લોકો શ્રી રામદેવપીર પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. આજે કથાના ત્રીજા દિવસે ભવ્યાતિભવ્ય રામદેવ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

- text

આ કથામાં કાહવાથી શ્રી ભગવાન ભુવા,દુદાપુરથી શ્રી નિલેશ ભુવા, મોરૈયાથી,શ્રી બળવંતસિંહ ભુવા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય અને ઠાકોર સમાજના યુવા અગ્રણી પપ્પુભાઈ ઠાકોર,એડવોકેટ અતુલભાઈ ઝેઝરીયા,હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે સહિતનાઓ ઉપસ્થિત રહી શ્રી રામદેવ રામાયણ કથાનું રસપાન કર્યું હતું આ તકે નકલંક ગુરુધામના મહંત શ્રી દલસુખ બાપુએ હાજર રહેલ ભુવાશ્રીઓનું તેમજ રાજકીય અગ્રણીઓનું સન્માન કર્યું હતું.

- text