માળીયાના જુના ઘાંટીલા ગામે ડમ્પર ચાલકે વૃદ્ધાને કચડી નાખ્યા

- text


જુના ઘાંટીલા ખાખરેચી રોડ ઉપર માંતેલા સાંઢની માફક દોડતા રેતી ભરેલા ડમ્પરે વૃદ્ધનો ભોગ લેતા ભારે રોષ, આરોપી ડમ્પર ચાલક ન પકડાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર

માળીયા : માળીયાના જુના ઘાંટીલા ગામે ડમ્પર ચાલકે વૃદ્ધાને કચડી નાખીને ફરાર થઇ ગયો હતો.જુના ઘાંટીલા ખાખરેચી રોડ ઉપર માંતેલા સાંઢની માફક દોડતા રેતી ભરેલા ડમ્પરે વૃદ્ધનો ભોગ લેતા ભારે રોષ વ્યાપી ગયો છે અને પરિવારજનોએ આરોપી ડમ્પર ચાલક ન પકડાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિંયાણાના જુના ઘાંટીલા ગામે રેતી ભરેલા ડમ્પર ચાલકે આજે શાંતાબેન ધુળાભાઈ ઉપાસરીયા (ઉ.વ આશરે ૭૦ રહે.જુના ઘાંટીલા)ને કચડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે જુના ઘાંટીલા ખાખરેચી રોડ ઉપર ગેરકાયદેસર ધમધમતો સફેદ રેતીના કાળા કારોબારે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેતા ભારે રોષ વ્યાપી ગયો છે અને હાલમાં બનાવ સ્થળે ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી ગયા છે.

આ બાબતે અનેક વખત રજુઆત છતા બેફામ રેતીચોરી કરતા ડમ્પરોને બંધ કરવામાં આવતા નથી ત્યારે આજે ડમ્પરે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેતા પદાધિકારીઓ અને અધિકારીઓને રેત માફિયા સાથે મિલીભગતનો આક્ષેપ થયો છે અને જુના ઘાંટીલા ખાખરેચી રોડ ઉપર પાસ પરમીટ કે રોયલ્ટી વિના ગેરકાયદેસર ધમધમતો ખનીજચોરીનો ધંધો કોઈને કેમ દેખાતો નથી તેવો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પરિવારજનોએ જ્યાં સુધી અકસ્માત સર્જી ફરાર થયેલ આરોપી ન ઝડપાઇ ત્યાં સુધી લાશ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેતા હાલ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text