મોરબીમાં આઈપીએલના ધમધોકાર જુગાર વચ્ચે વધુ એક સટોડિયો પકડાયો

- text


મજબૂત સાયબર સેલ છતાં ઓનલાઇન જુગારના ગોરખધંધામાં જુગાર આઈડી વેચનારા સુધી પહોંચવામાં પોલીસતંત્ર ઢીલું

મોરબી : આઈપીએલની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે મોરબી શહેર અને જિલ્લામાં ક્રિકેટીયો જુગાર રમવા ગાંડાતૂર બનેલા યુવાનો હવે ઓનલાઇન આઈડી મેળવી છડેચોક બિન્દાસ્ત બનીને રનફેર, લંબી, સેશન સહિતના જુગાર રમી રહ્યા છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને પકડી પાડવા સતર્ક બનતા ગઈકાલે આઇપીએલ મોસમનો વધુ એક સટોડિયો પોલીસની ઝપટે ચડી ગયો હતો. જો કે મહત્વની બાબત તો એ છે કે મજબૂત સાયબર સેલ જો આવા ઓનલાઇન જુગારની આઈડી વેચનાર સુધી પહોંચી જાય તો ક્રિકેટીયા સટ્ટા ઉપર કાબુ આવી શકે તેમ છે.

- text

આઇપીએલ ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટ મેચમાં હવે દિવસે દિવસે મુકાબલો રોમાંચક બની રહ્યો છે ત્યારે ક્રિકેટના જુગાર પાછળ ઘેલા બનેલા લોકોનો વ્યાપ વધી રહ્યો છે. ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જી.આઈ.ડી.સી.પાસે રામનાથ પાન નજીક જાહેરમા લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી પંજાબ (PBKS) તથા સનરાઇઝ (SRH) 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમી રહેલા મહેશભાઇ સવજીભાઇ પનારા, રહે.મોરબી ચિત્રકુટ સોસાયટી શેરી નં.૩ જી.આઇ.ડી.સી પાછળ ચમનભાઇના મકાનમાં મુળ રહે.રામગઢ (કોયલી) વાળને રંગે હાથ ઝડપી લીધો હતો.

વધુમાં પોલીસના હાથે ઝડપાયેલ મહેશભાઇ સવજીભાઇ પનારાએ લાઈવગુરુ એપ્લિકેશન ઉપર અમદાવાદના નીશીતભાઈ હીમતભાઈ સાથે જુગાર રમતો હોવાની કબૂલાત આપતા પોલીસે નિશીતને ફરાર દર્શાવી આરોપી મહેશ પનારા પાસેથી રોકડા રૂ.850 તેમજ રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text