હળવદના કુંભારપરામાં આજે બુટ ભવાની માતાજી-સોનલ આઈનો નવચંડી મહાયજ્ઞ

- text


સમસ્ત ગુજરાતના કાટોળીયા પરિવારના કુળદેવીના ધાર્મિક કાર્યક્રમને લઈને ભારે હરખની હેલી

હળવદ : હળવદના કુંભારપરામાં આવેલ સમગ્ર ગુજરાતના કાટોળીયા પરિવારના કુળદેવી બુટ ભવાની માતાજીના મંદિરે આવતીકાલે તા.12 એપ્રિલના રોજ કાટોળીયા પરિવાર દ્વારા બુટ ભવાની માતાજી તેમજ સતી સોનલ આઈના નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ગુજરાતના કાટોળીયા પરિવારના કુળદેવીના ધાર્મિક કાર્યક્રમને લઈને ભારે હરખની હેલી જોવા મળી રહી છે.

- text

હળવદના કુંભારપરામાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિરે આવતીકાલે તા.12ના રોજ બુટ ભવાની માતાજી તેમજ સતી સોનલ આઈનો નવચંડી મહાયજ્ઞ યોજાશે. જેમાં સવારે 9 વાગ્યે ગણેશ સ્થાપન, 9-30 વાગ્યે યજ્ઞ પ્રારંભ, સાંજે 4 વાગ્યે શ્રીફળ હોમદિક ક્રિયા, સાંજે 7-30 વાગ્યે કુળદેવી માતાજીની મહાઆરતી, 8 વાગ્યે મહાપ્રસદ અને રાત્રે 10 વાગ્યે ભવ્ય દાંડિયારાસનો કાર્યક્રમ યોજાશે.જેમાં રાકેશ બારોટ અને આરતી પ્રજાપતિના સથવારે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે, રાત્રે નવ વાગ્યે સમસ્ત ગુજરાતના કાટોળીયા પરિવારના ભુવાશ્રી, સરકારી કર્મચારીઓ તેમજ રાજકીય આગેવાનોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સવારે 9 વાગ્યે થરાદ ઝાઝાવડાથી મહંત શ્રી 1008 ઘનશ્યામપુરી બાપુ અને દ્રારકાથી શિવમપુરીધાના મુનાબાપુ ખાસ ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે.સાતકના પાટલાના મુખ્ય યજમાન મહેશભાઈ ગીગાભાઈ કાટોળીયાએ કુળદેવી માતાજીના પ્રસંગનો સમસ્ત ગુજરાતના કાટોળીયા પરિવારને શ્રદ્ધાભેર લાભ લેવા અનુરોધ કર્યો છે.

આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી કાટોડીયા પરીવારના રાજકીય આગેવાનો તેમજ સરકારી કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે.

- text