મોરબીમાં બે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણીના વિષયમાં ફેરફાર 

- text


મોરબી : ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ કરાયા છે. ત્યારે મોરબી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર વી.સી. હાઈસ્કૂલ- મોરબી તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલ-મોરબી ખાતે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં વિષયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની સર્વે શિક્ષકોએ જાણો કરવામાં આવી છે.

ફેરફાર કરાયેલા વિષયોની જો વાત કરીએ તો, દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલ- મોરબીમાં નવા વિષયો અર્થશાસ્ત્ર કોડ નંબર 022 તેમજ વાણિજ્ય વ્યવસ્થા કોડ નંબર 046 અને વી.સી. હાઇસ્કૂલ- મોરબી ખાતે English (SL) -013, ગુજરાતી (FL) -001 અને સંસ્કૃત-129 વિષયના પેપરો ચકાસવામાં આવશે. તો તે મુજબ જે તે તારીખે સર્વે શિક્ષકોએ ફેરફાર વાળા વિષય અને સ્થળ પર હાજર રહેવું. મુલ્યાંકન કાર્ય શરૂ થવાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

- text

વધુ માહિતી માટે V.C. Highschool Morbi – D. A. GOGARA SIR, (MOB. NO.-9898444788) અને Doshi M.S. and Dabhi N.R. Highschool Morbi – V. B. VEKARIYA (MOB. NO. -9825267098)નો સંપર્ક કરવો.

- text