હળવદ પીએચસીમાં ગ્રીન ઓફીસ ઇનસીયેટીવ અંતર્ગત ઇન્ડોર પ્લાન્ટ લગાવાયા

- text


સ્વચ્છતા અભિયાન પખવાડિક ઉજવણી અંર્તગત મેન્સ્ટુઅલ હાયજીન અંગે તરુણીઓને શિક્ષણ અપાયું

હળવદ : હળવદના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સ્વચ્છતા અભિયાન પખવાડિયાની ઉજવણી અંર્તગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ ગ્રીન ઓફીનસ ઇનસીયેટીવ અને મેન્સ્ટુઅલ હાયજીન અંગે તરુણીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

હળવદ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેની હેઠળના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ગત તા.9 અને તા.11ના દિવસની કામગીરી અભિયાન અંર્તગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ગ્રીન ઓફીસ ઇનસીયેટીવ અંતર્ગત ઓફિસમાં ઇન્ડોર પ્લાન્ટ લગાવવા અને મેન્સ્ટુઅલ હાયજીન અંગે તરુણીને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

વધુમાં તારીખ 1-4-2022થી 15- 4- 2022 તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થતા સબ સેન્ટર ખાતે તરૂણીઓને મેન્સ્ટુઅલ હાયજીન અંગે શિક્ષણ આપવામાં આવશે અને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરાશે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી ડો જે.એમ કતીરા,ડો હાર્દિક રંગપરીયા અને હળવદ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટીના માર્ગદર્શન હેઠળ કરાશે.

- text

 

- text