મોરબીના ન્યુ પેલેસ કમ્પાઉન્ડમાં આગ લાગી

- text


ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી

મોરબી : મોરબીના સામાં કાંઠે આવેલ ન્યુ પેલેસમાં ગઈકાલે સાંજે કોઈ કારણોસર પેલેસના ગ્રાઉન્ડમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આથી, ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં ન્યુ પેલેસના પાછળના ગ્રાઉન્ડમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આથી ફાયરબ્રિગેડે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ ફરી રાત્રીના 8 વાગ્યાના અરસામાં આગ લાગતા ફાયર બ્રિગેડે પહોંચી આગને કાબુમાં લીધી હતી

- text

- text