મોરબી નગરપાલિકામાં નવા વર્ષના કરવેરા ભરવા લોકોનો ઘસારો

- text


નવી રિબેટ યોજના સપ્ટેબર માસ સુધી ચાલુ રહેશે

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ગત વર્ષના કરવેરાની 54 ટકા જેવી સારી એવી વસુલાત થયા બાદ એપ્રિલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં પણ ખાસ રિબેટ યોજના અમલી બનાવવામાં આવી છે. આથી મોરબી નગરપાલિકામાં નવા વર્ષના કરવેરા ભરવા લોકોનો ઘસારો થયો છે જો કે, નવી રિબેટ યોજના સપ્ટેબર માસ સુધી ચાલુ રહેશે.

મોરબી નગરપાલિકામાં એપ્રિલથી શરૂ થયેલું નવું નાણાકીય વર્ષમાં કરવેરા ભરવા માટે લોકો આકર્ષાય તે માટે ખાસ કરરાહત એટલે નવી રિબેટ યોજના દાખલ કરવામાં આવી છે. જેમાં નવા નાણાકીય વર્ષની વેરા વસુલાત 8 તારીખથી શરૂ કરવામાં આવી છે. તેમાં ઓનલાઈન વેરો ભરનારને 15 ટકા અને એડવાન્સ વેરો ભરનારને 10 ટકા રિબેટ આપવાની યોજના લાગુ કરવામાં આવી છે. જ્યારે સરકાર દ્વારા જુના કરવેરા ભરનાર માટે ખાસ રિબેટની ગતવર્ષની યોજના ને મે મહિના સુધી લાબાવવામાં આવી છે. જ્યારે ઓનલાઈન રિબેટ યોજના મેં મહિના સુધી અને 10 ટકા રિબેટની યોજના સપ્ટેબર સુધી ચાલુ રહેશે.

- text

- text