જિલ્લા પંચાયત કર્મીઓની રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મોરબીના ખેલાડી વિજેતા

- text


મોરબી : જિલ્લા પંચાયતના કર્મચારીઓની રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્નામેન્ટ અમદાવાદ ખાતે યોજાઈ હતી.જેમાં મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીની જીત થઇ હતી.

અમદાવાદ ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓની રાજયકક્ષાની રમાઈ રહેલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીના મીતા આર.કચરોલાએ અન્ય જિલ્લાના પ્રતિસ્પર્ધીઓને હરાવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.આ પહેલા ગત તા.22 થી 30 માર્ચ સુધી હરિયાણાના પંચકુલા ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસની ટુર્નામેન્ટમાં ભાગ લઈ સારો દેખાવ કર્યો હતો.

- text

- text