મોરબીની કોલેજોને “ડૂ ઈટ યોરસેલ્ફ” કીટનું વિતરણ

- text


કીટમાં મિકેનિકલ,અગ્રિકલચર,ટેલિસ્કોપ,ડ્રોન કેમેરા,રોબોરટીક્સ,કમ્પ્યુટર રાઇઝ જેલીબીન પ્રોસેસ વગેરે જેવી 10 વસ્તુઓનો સમાવેશ

મોરબી : મોરબીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા મોરબી જીલ્લાની કોલેજોને D – I -Y કીટ (ડૂ- ઈટ – યોર સેલ્ફ કીટ)નો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોરબી અને મોરબી જિલ્લાના તાલુકાઓની કોલેજોને કીટ વિતરણ કરવામાં આવી હતી.આ કીટમાં મિકેનિકલ,અગ્રિકલચર,ટેલિસ્કોપ,ડ્રોન કેમેરા,રોબોરટીક્સ,કમ્પ્યુટર રાઇઝ જેલીબીન પ્રોસેસ વગેરે જેવી 10 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ કીટ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ઉપયોગ કરી શકશે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર,ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.202 મોરબી ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા મોરબી જીલ્લાની કોલેજોને D – I -Y કીટ ( ડૂ- ઈટ – યોર સેલ્ફ કીટ)નું વિતરણનો કાર્યક્રમ યોજેલ હતો.જેમાં ડી.વી.રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હળવદ,એચ.એન દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર,એમ.એમ સાયન્સ કોલેજ મોરબી,યુ.એન મહેતા આર્ટસ કોલેજ મોરબી,જી જે શેઠ કોમર્સ કોલેજ મોરબી અને જે. એ .પટેલ મહિલા કોલેજ – મોરબી અને મોરબી જિલ્લાનાલોક વિજ્ઞાન કેન્દ્રને કીટ આપવામાં આવી હતી.

- text

કમિશ્નર ઓફ હાઇયર એજ્યુકેશન સાથે કોલોબ્રેશન કરી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કીટ ફાળવવામાં આવી હતી.આર્ટિફિશિયલ ઇન્ટર્નશિપ અંર્તગત વિદ્યાર્થીઓ પોતાની રીતે કંઈક નવું ઇનોવેશન કરી શકે એ માટે કીટ આપવામાં આવી છે.કીટમાં મિકેનિકલ,અગ્રિકલચર,ટેલિસ્કોપ,ડ્રોન કેમેરા,રોબોરટીક્સ,કમ્પ્યુટર રાઇઝ જેલીબીન પ્રોસેસ વગેરે જેવી 10 વસ્તુઓનો સમાવેશ થાય છે.આ કીટનો ઉપયોગ જે-તે કોલેજના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે કરી શકશે.મોરબીના લોક કેન્દ્રને પણ એક કીટ ફાળવવામાં આવી છે.જે કોઈ પણ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકશે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગુજકોસ્ટ ગાંધીનગર મેમ્બર ઓફ સેક્રેટરી ડૉ.નરોત્તમ શાહુ,કમિશનર ઓફ હાયર એજ્યુકેશન પ્રિન્સીપાલ સેક્રેટરી ગાંધીનગર ડૉ.માયાબેન શર્મા,એજ્યુકેશન ઈન્સ્પેક્ટર જીલ્લાશિક્ષણાધિકચેરી મોરબી આંબલિયાભાઈ તથા આચાર્ય ડી.એ.ગોગરાનાં સાંનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં આયોજનને સફળ બનાવવા બદલ દિપેનભાઈ ભટ્ટ તથા એલ.એમ ભટ્ટ “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીએ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરેલ હતો.

- text