મોરબી – માળિયાના 52 ગામોના પીવાના પાણી માટેની યોજના માટે 19 કરોડનો મરામત ખર્ચ મંજુર

- text


રાજ્યમંત્રી દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને કરેલ રજૂઆત ફળી

મોરબી : મોરબી માળીયા અને જોડીયા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં મરામત-નિભાવણી સહિતના કામ માટે રાજ્યમંત્રીએ 19 કરોડની ગ્રાન્ટ મંજૂરી કરાવી છે.આ જૂથ સુધારણા યોજના અંતર્ગત મોરબીના 33 અને માળીયામાંનાં 27 સ્ટોરેજમાં પાણીના સ્ત્રોતની સંગ્રહશક્તિના વધારાની સુવિધા ઉપલબ્ધ થશે.

રાજ્યમંત્રી મંત્રી બ્રિજેશ મેરજાએ પ્રજાજનોની પાયાની જરૂરીયાતને લક્ષમાં લઇ,સરકારનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કરવામાં આવેલ રજૂઆત અને સતત ફોલોઅપથી મોરબી જિલ્લાના મોરબી- માળીયા- જોડીયા જુથ સુધારણા યોજના હેઠળ પર(બાવન) ગામો તથા પરા વિસ્તારમાં જુદી જુદી ક્ષમતાના વિલેજ લેવલ સમ્પ,કનેક્ટીંગ પાઇપલાઇન તથા પમ્પહાઉસ-મશીનરીનાં કામો તેમજ કામોની 5 વર્ષ માટેની મરામત અને નિભાવણી સહિતનાં (સિવિલ અને મીકેનીકલ) કામો માટેનાં રૂા.19,28,54,186-16 (ઓગણીસ કરોડ ઉપરાંત)નાં ડી.ટી.પી.ની મંજૂરી આપવામાં આવેલ છે.

- text

આ જૂથ સુધારણા યોજના અંતર્ગત મોરબીના 33 અને માળીયામાંનાં 27 સ્ટોરેજ ઉપરાંત ગામોએ 50 હજારથી 4 લાખથી વધુની ક્ષમતાના પાણીનાં વધારાના ગ્રેવીટી તથા રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, 2 એમએલડી ક્ષમતાનો ક્લીયર વોટર ભૂગર્ભ સંપ,પમ્પહાઉસ,કમ્પાઉન્ડ વોલ,સ્ટાફ ક્વાર્ટર,ઇન્ટર્નલ રોડ,રીપ્લેસીંગ એરવાલ્વ/રાઇઝર લાઇટ એરેન્જમેન્ટ,ફ્લોમીટર,પમ્પીંગ મશીનરી વગેરે કામગીરીનાં સમાવેશ થકી પ્રજાજનોની મુખ્યત્વે જરૂરીયાત પાણીના સ્ત્રોતની સંગ્રહશક્તિના વધારાની સુવિધા ઉપલબ્ધ થનાર હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.

- text