મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય નજીક ગટરનું પુર આવ્યું : ભાજપની શાખ દાવ ઉપર !

- text


આઠ દિવસથી છલકાતી ગટર મામલે પાલિકાના સત્તાધીશો અને ભાજપ આગેવાનોને આડેહાથ લેતા કોંગ્રેસ અગ્રણી

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જિલ્લા ભાજપ કાર્યાલય નજીક આઠ આઠ દિવસથી ગટરના પાણી વરસાદી પુરની માફક રોડ ઉપર વહી રહ્યા હોવા છતાં ભાજપ શાસિત પાલિકા દ્વારા કોઈ જ પગલાં ન લેવા કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ ભાજપના શાસકોને આડેહાથ લઈ ભાજપના કાર્યાલય પાસે જો આ સ્થિતિ હોય તો પ્રજાની શુ હાલત થતી હશે તેવા સવાલો ઉઠાવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રમેશભાઈ રબારીએ શનાળા રોડ ઉપર ગટરના પાણી સતત વહેવા મુદ્દે જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકામાં ભાજપના સતાધીશોના બિન અનુભવ અને અણઆવડત ને કારણે આજે મોરબી શહેરમાં ચારેતરફ ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી, સાફ સફાઈનો અભાવ અને કર્મચારી તેમજ કોન્ટ્રાકટર પાસે કામ લેવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા હોવાનું જણાવ્યું છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતી કે, મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય સનાળા રોડ પાસે છેલ્લાં આઠ દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી છલકાઇ રોડ ઉપર ભર ઉનાળે ચોમાસાના પાણીની જેમ વહી રહ્યા છે. રોડ રસ્તા ઉપર ઝરણાંની જેમ ગંદા પાણી વહેવા છતાં મોરબીની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ભાજપના કાર્યલય પાસેની આ ગટર સાફ નથી કરવામાં આવતી. શા માટે સાફ નથી કરતા એ સમજાતું નથી જ્યાં મંત્રી સાંસદ સભ્ય માજી ધારાસભ્ય પાલિકા પ્રમુખની અવરજવર હોવા છતાં આ ઉભરાતી ગટર સાફના કરવા નું કારણ શું ? તેવો વેધક સવાલ ઉઠાવ્યો છે.

આ સંજોગોમાં મોરબી શહેરમાં જો ભાજપની નગરપાલિકા હોય અને ભાજપના કાર્યલય પાસે ઉભરાતી ગટરના પાણી નદી માફક રોડ રસ્તા ઉપર વહેતા હોય તો મોરબી શહેરની શેરી ગલીઓમાં ઉભરાતી ગટર શુ સાફ થતી હશે? આમ પ્રજાની શુ પરિસ્થિતિ થતી હશે તેવો સવાલ ઉઠાવ્યો છે.

- text

વધુમાં મોરબી નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર સાફ કરવા પ્રાઇવેટ કોન્ટ્રાકટ આપેલ છે અને એમાં નિયમ એવો રાખેલ છે કે કોઈ પણ ભૂગર્ભ ગટરની ફરિયાદ આવે તો તેનો ચોવીસ કલાકમાં નિકાલ કરવો અને ના કરે તો તેના ઉપર પેનલ્ટી વસૂલ કરવી તો શુ આં ભાજપ કાર્યલય પાસે છેલા આઠ દિવસથી ગટર છલકાય છે તો આં કોન્ટ્રાકટર પાસેથી પેન્લટી વસુલાત કરેલ છે કે કેમ ? ભાજપ શાસિત નગર પાલિકાના સતાધીશો આ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરને શા માટે છાવરે છે ? શુ સતાધીશોનું આર્થિક હિત સમાયેલું છે ? તેવા સવાલ ઉઠાવી અંતમાં ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ નગરપાલિકાના સતાધીશોને આ ગટર તાકીદે સાફ કરવા ટકોર કરી હતી.

- text