મોરબીમાં આજે ધો.12 બોર્ડની પરીક્ષામાં 332 પરીક્ષાર્થીઓ ગેરહાજર

- text


કુલ 11830 પૈકી 11498 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : મોરબીમાં આજે તા.08ને શુક્રવારના રોજ ધો.12 બોર્ડના પેપરમાં 332 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.કુલ 11830 પૈકી 11498 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

મોરબીમાં આજે અંગ્રેજી (16) અને અંગ્રેજી (506) વિષયના પેપરમાં કુલ 11830 પૈકી 11498 પરીક્ષાર્થીઓએ હાજરી આપી હતી અને 332 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અંગ્રેજી(16) વિષયના પેપરમાં 11488 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 332 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.તેમજ અંગ્રેજી(506) વિષયના પેપરમાં કોઈપણ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા વિના તમામ 10 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.આમ,આજે 332 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહેતા કુલ 11830 પૈકી 11498 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text