મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળના હોદ્દેદારોની વરણી

- text


મોરબી : મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.વરણી પામેલા આગેવાનોનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબીના વિવિધ હોદેદારોની વરણી મોચી મંદિર મોરબી ખાતે કરવામાં આવેલ હતી.જેમાં જાગા સ્વામી મિત્ર મંડળના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ મોહનભાઈ રાઠોડ,ઉપપ્રમુખ તરીખે ચંદ્રકાંતભાઈ ખીમજીભાઈ રાઠોડ,મંત્રી તરીકે કાંતિભાઈ વલમજીભાઈ રાઠોડ,ખજાનચી તરીકે નાથાભાઈ ખીમજીભાઈ ઝાલા તથા અન્ય હોદેદારોની વરણી કરવામાં આવેલ હતી.

આ તકે રાઠોડ યુવક મંડળ દ્વારા વરણી પામેલા આગેવાનોનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા લાલાબાપાની તિથિની ઉજવણી,સમૂહ લગ્નોત્સવ,જાગા સ્વામી જયંતિની ઉજવણી,વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ અન્ય કાર્યો સમાજના સાથ સહકારથી કરવામાં આવે છે.આ તમામ કાર્યો સમાજના સાથ અને સહકારથી ચાલુ રહેશે એમ પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text