મોરબીમાં કાલે શુક્રવારે જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગ સાથે રેલી અને ધરણા કરાશે

- text


સરકારી કર્મચારીઓ કલેકટરને આવેદનપત્ર અર્પણ કરી રેલી પૂર્ણ કરશે

મોરબી : નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજયના આહવાન હેઠળ મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા કલેકટર સમક્ષ રજુઆત કરશે.તેમજ જૂની પેન્શન યોજના ચાલુ કરવા રેલી કાઢશે અને ધરણા કરશે.નવી પેન્શન યોજના લાગુ કરવાથી કર્મચારીઓને આર્થિક નુકશાન ભોગવવું પડે છે.

જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના આહવાનને ધ્યાનમાં રાખી બહોળી સંખ્યામાં પ્રાથમિક,ઉચ્ચત્તર પ્રાથમિક,માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો,HTAT મુખ્ય શિક્ષકો,આરોગ્ય કર્મચારીઓ તાલુકા-જિલ્લા પંચાયતના,મામલતદાર અને કલેકટરની કચેરીના કર્મચારીઓ,તલાટીમંત્રી રેવન્યુ તલાટી વગેરે કર્મચારીઓનો સંયુક્ત મોરચાની માંગણી છે કે વર્ષ 2000 પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી આર્થિક નુકશાન ભોગવવું પડે છે.સરકારી કર્મચારીઓ 30-35 વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે.ત્યારબાદ એમના બુઢાપાના સહારારૂપ જૂની પેન્શન યોજના બંધ કરી દીધી હોવાથી આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની જતું હોય છે.

તેમજ નવી પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ.એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા જટિલ હોવાથી એકાઉન્ટ ખુલવામાં પણ સમય લાગે છે.વળી જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે એમના કપાતના હકના નાણાં મેળવવામાં પણ મુશ્કેલીઓ પડે છે.આજના કર્મચારીઓ શરૂઆતમાં 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતો હોય છે અને નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે એ માટે જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવાની માંગણી કરી છે.

આ વિષય રાજ્ય સરકાર હસ્તકનો હોઈ સત્વરે રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના સ્વીકૃત કરી દરેક કર્મચારીની માંગણીને સન્માન સ્વીકારે એવી રજુઆત માટે તેમજ જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટેની તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી સરકાર સમક્ષ પહોંચાડવા માટે તા.8ને શુક્રવારના રોજ બપીરે 2.30 વાગ્યે સરદારબાગ શનાળા રોડ ખાતે મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં એકત્ર થશે.બધા ચર્ચા- વિચારણા કરી 3 વાગ્યે નવા બસ સ્ટેન્ડ સામેના સરદાર પટેલની પ્રતિમા અને સરદારબાગ આવેલ શુભાષબાબુની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી બાઈક અને કાર સાથે જિલ્લા સેવા સદન જવા માટે પ્રસ્થાન કરશે.રસ્તામાં આવતી મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર પહેરાવી રેલી સો ઓરડી ખાતે પ્રતીક ધરણા કરશે.4.30 વાગ્યે જિલ્લા સેવા સદન ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલમાળા પહેરાવી રાષ્ટ્રીય સયુંકત OPS મોરચાના પ્રતિનિધિઓ કલેકટરને આવેદન અર્પણ કરશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text